ઉત્તર પ્રદેશમાં માર્ગ અકસ્માત 24 મજૂરોના મોત

0
1022

ઉત્તર પ્રદેશના ઓરૈયામાં શનિવાર વહેલી સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમા 24 મજૂરોના મોત થયા છે. મજૂર ભરેલી ટ્રકે બીજી ટ્રકને ટક્કર મારી દીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ મજૂરો ચૂનાથી ભરેલી ટ્રકમાં સવાર હતા. ચિરુહલી વિસ્તારમાં ઉભેલી અન્ય ટ્રક સાથે આ ટ્રક અથડાઈ હતી.

ઓરૈયાના ડીએમ અભિષેક સિંહના કહ્યા મુજબ અકસ્માત વહેલી સવારે 3.30 વાગ્યે થયો હતો. જેમા 24 લોકોના મોત થયા છે અને 20 ઘાયલ થયા છે. મોટાભાગના બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના રહેવાસી છે. અકસ્માતમાં ઘાયલ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ટ્રકમાં 40 લોકો સવાર હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here