ઉત્તર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર…

0
64

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે જ મેઘરાજાએ પધરામણી કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પાણી પાણી કરી દીધું છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી જ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન સિવાયના ઝોનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.આ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે (24 ઑગસ્ટ) વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ અને સુરત, તાપી, નવસારી, નર્મદા, ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરતના ઉમરપાડામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા બે કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. વિજાપુરમાં 8 ઈંચ, કપડવજમાં સાડા 5 ઈંચ, ધરમપુરમાં 5 ઈંચ, અને છોટાઉદેપુરમાં પોણા 5 ઈંચ વરસાદ વરસ્યો છે.માણસા, સોનગઢ, વાપી, અને પારડીમાં 4.5 ઈંચ વરસાદ થયો છે, જ્યારે વલસાડના ઉમરગામમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.વિસનગર, માંગરોળ, દહેગામ, અને સાગબારામાં 3.5 ઈંચ, ક્વાંટમાં 3.5 ઈંચ, અને ખેરગામ, પાલનપુરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.કપરાડા, ડીસા, વલસાડ, અને પાવીજેતપુરમાં 2.5 ઈંચ વરસાદ, વ્યારા, મહેસાણા, પ્રાંતિજ, અને ઓલપાડમાં 2.5 ઈંચ, અને ઠાસરા, પોશિના, કઠલાલ, મહુધા, ઉમરેઠમાં પણ 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.ડેસર, કલોલ, અને દાંતીવાડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે રાજ્યના 45 તાલુકામાં 1 થી 2 ઈંચ સુધીનો વરસાદ થયો છે.