ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન : લાંબા સમયથી કેન્સરથી હતા પીડિત

0
484

પ્રખ્યાત ઉદ્યોગપતિ અને બજાજ ગ્રુપના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું શનિવારે પૂણેમાં નિધન થયું છે. તે 83 વર્ષના હતા. તે લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. રાહુલ બજાજે 1972માં બજાજ ગ્રુપની જવાબદારી સંભાળી હતી. તે લગભગ 5 દશકા સુધી બજાજ ગ્રુપ ઓફ કંપનીઝ સાથે જોડાયેલા રહ્યા હતા. 2006થી લઇને 2010 સુધી રાજ્યસભાના સદસ્ય પણ રહ્યા હતા. દેશના સફળ ઉદ્યોગપતિઓમાં સામેલ રાહુલ બજાજે બે પૈડા અને ત્રણ પૈડાના વાહનોના ક્ષેત્રમાં બજાજ ઓટોને ઉભું કર્યું હતું અને તેને અગ્રણી સ્થાન અપાવ્યું હતું. 2001માં તેમને પદ્મ ભૂષણનું સન્માન મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here