IPL મેગા ઓક્શન: ગુજરાત ટાઈટન્સે શમીને રૂ. 6.25 કરોડમાં

0
378

આઈપીએલની 15મી સિઝન પૂર્વે​​​​​​​ આજથી બેંગ્લોરમાં બે દિવસ માટે મેગા ઓક્શનનો પ્રારંભ થયો છે. અગાઉ 590 ખેલાડીઓ ઓક્શનનો હિસ્સો હતા પરંતુ પાછળથી 10 નવા ખેલાડીઓનો ઉમેરો કરાતા હવે ઓક્શનમાં કુલ ખેલાડીઓની સંખ્યા 600 થઈ છે. આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલે પ્રારંભિક સંબોધન કર્યું હતું. આ વખતે મેગા ઓક્શનમાં બે નવી ફ્રેન્ચાઈઝ લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સનો સમાવેશ થતા 10 ફ્રેન્ચાઈઝ હિસ્સો લઈ રહી છે.​​​​​​​

ટોચના 10 ખેલાડીઓની હરાજી પૂર્ણ

ખેલાડી ફ્રેન્ચાઈઝ મળેલી રકમ
શિખર ધવન કિંગ્સ પંજાબ 8.25 કરોડ
આર અશ્વિન રાજસ્થાન રોયલ્સ 5 કરોડ
પેટ કમિન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ 7.25 કરોડ
ટ્રેન્ટ બોલ્ટ રાજસ્થાન રોયલ્સ 8 કરોડ
કગિસો રબાડા કિંગ્સ પંજાબ 9.25 કરોડ
શ્રેયસ ઐયર કોલકાતા નાઈટ રાઈડર્સ 12.25 કરોડ
મોહમ્મદ શમી ગુજરાત ટાઈટન્સ 6.25 કરોડ
ક્વિન્ટન ડી કોક લખનઉ સુપર જાયન્ટ્સ 6.75 કરોડ
ફાફ ડુ પ્લેસિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 7 કરોડ
ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સ 6.25 કરોડ

લખનઉ સુપર જાયન્ટ્સે રૂ. 6.75 કરોડમાં ક્વિન્ટન ડી કોકને ખરીદ્યો

ગુજરાત ટાઈટન્સની પ્રથમ સફળ બોલી, મોહમ્મદ શમીને રૂ. 6.25 કરોડમાં લીધો

આઈપીએલમાં આ વખતે મેગા ઓક્શનમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલી ગુજરાત ટાઈટન્સે હરાજીમાં ખાતું ખોલાવ્યું છે. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીને રૂ. 6.25 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ​​​​​​​

શ્રેયસ ઐયર અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી, KKRએ 12.25 કરોડમાં ખરીદ્યો

શ્રેયસ ઐયર માટે અપેક્ષા મુજબ અત્યાર સુધીની સૌથી ઊંચી બોલી લાગી છે. કોલકાતા નાઈટ રાઈડર્સને કેપ્ટનની જરૂર હોવાથી તેણે ઐયરને રૂ. 12.25 કરોડમાં ખરીદી લીધો છે.

રબાડા 9.25 કરોડમાં પંજાબનો ‘કિંગ’

પંજાબ કિંગ્સ પાસે પર્સમાં સૌથી વધુ નાણાં બચ્યા હોવાથી તે આક્રમક રીતે બિડિંગ કરી રહ્યું છે. ગુજરાત અને પંજાબ વચ્ચે રબાડાને લઈને સ્પર્ધા જોવા મળી હતી. આખરે કિંગ્સ પંજાબે રબાડાને રૂ. 9.25 કરોડમાં ખરીદી લીધો છે ​​

ટ્રેન્ટ બોલ્ટને રાજસ્થાન રોયલ્સે રૂ. 8 કરોડમાં ખરીદ્યો

પેટ કમિન્સને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ. 7.25 કરોડમાં રિટેન કર્યો​​​​​​​

શિખર ધવનને કિંગ્સ પંજાબે રૂ. 8.25 કરોડમાં ખરીદ્યો

આઈપીએલ મેગા ઓક્શનમાં સૌપ્રથમ માર્કી પ્લેયર્સ માટે બોલી લગાવવામાં આવી રહી છે. શિખર ધવન ઓક્શનમાં જનાર સૌપ્રથમ ખેલાડી રહ્યો હતો. રૂ. 2 કરોડની બેઝ પ્રાઈસ સામે શિખર ધવનને પંજાબ કિંગ્સે રૂ. 8.25 કરોડમાં ખરીદ્યો હતો. શિખર માટે દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી.

રવિચન્દ્ર અશ્વિનને રાજસ્થાને રૂ. 5 કરોડમાં લીધો

​​​​​રાજસ્થાન રોયલ્સે ભારતના સીનિયર ઓફ સ્પિનર રવિચન્દ્ર અશ્વિનને રૂ. 5 કરોડમાં ખરીદી લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here