તીસ હજારી કોર્ટે તપાસ એજન્સી સીબીઆઇને ફટકાર લગાવી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, કુલદીપ સિંહ સેંગરની સજાનું એલાન 19 તારીખે કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે, પીડિતાએ પોતાની અને પરિવારના જીવ બચાવવા માટે આ કેસને વિલંબથી રજિસ્ટર કરાવ્યો. કોર્ટે કહ્યું, અમે પીડિતાની મનની વ્યથાને સમજીએ છીએ. કોર્ટે કહ્યું કે, ગેંગરેપ વાળા કેસમાં CBIએ ચાર્જશીટ દાખલ કરવામાં એક વર્ષ કે લગાવ્યું?
તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને આઇપીસી 120 B (ગૂનાકીય ષડયંત્ર), 363 (અપહરણ), 366 (લગ્ન માટે મજબૂર કરવાને લઇને એક મહિલાનું અપહરણ અને ઉત્પીડન), 376 (બળાત્કાર અને અન્ય સંબંધિત કલમો) અને POCSO હેઠળ દોષિત જાહેર કર્યા છે.
આ કેસમાં કુલ 5 એફઆઇઆર નોંધવામાં આવી છે. જેમા એક પર કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. બાકી પર હજુ પણ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમા પીડિતાના પિતાની કસ્ટડીમાં થયેલ મોત, રોડ એક્સિડેન્ટમાં પીડિતાના પરિવારમાંથી મારી નાંખવામાં આવેલી બે મહિલા અને પીડિતાની સાથે કરવામાં આવેલા ગેંગરેપ અને તેના કાકાની વિરુદ્ધ કથિત રૂપે ખોટો કેસ નોંધવા સહિતના મામલાઓ સામેલ છે.