14મી ફેબ્રુઆરી ભારત માટે ‘બ્લેક ડે’, પુલવામા હુમલાના 5 વર્ષ પૂરા…

0
149

14 ફેબ્રુઆરી એ ભારતના ઇતિહાસમાં સૌથી ખરાબ દિવસ માનવામાં આવે છે. આ દિવસ આપણને જમ્મુ અને કાશ્મીરમાં બનેલી દુ:ખદ ઘટનાની યાદ અપાવે છે. 14 ફેબ્રુઆરી એ દિવસ હતો જ્યારે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર CRPF ના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 44 ભારતીય જવાનો શહીદ થયા હતા. ત્યારથી આ દિવસને બ્લેક ડે તરીકે ઓળખવામાં આવે છે.14 ફેબ્રુઆરી 2019 એ દિવસ હતો જ્યારે આતંકવાદી હુમલામાં 44 CRPF જવાનો શહીદ થયા હતા. આજે આ ઘટનાને 5 વર્ષ થયા. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભારતીય સેનાના જવાનોને લઈ જઈ રહેલા વાહનોના કાફલા પર આત્મઘાતી બોમ્બર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 44 જવાનો શહીદ થયા હતા. ભારતે કડક પગલાં લઈને પુલવામા હુમલા નો બદલો લીધો હતો અને આપણા દેશના બહાદુર જવાનોએ બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈકના રૂપમાં આ હુમલાનો જવાબ આપ્યો હતો. આજે પણ દેશ પુલવામા હુમલા માં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપે છે.તમને જણાવી દઈએ કે CRPFના કાફલામાં 60 થી વધુ વાહનો સામેલ હતા અને તેમાં 2 હજાર 547 સૈનિકો હાજર હતા. 14 ફેબ્રુઆરી 2019 ના રોજ, જ્યારે CRPF કાફલો જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અવંતીપોરાના ગોરીપોરા નજીક પહોંચ્યો, ત્યારે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ પુલવામા જિલ્લામાં વિસ્ફોટક ભરેલી કારને ટક્કર મારીને CRPF જવાનોને લઈ જતી બસને નિશાન બનાવી હતી. જેના કારણે જોરદાર બ્લાસ્ટમાં 44 જવાનો શહીદ થયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બસના પણ ટુકડા થઈ ગયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.હુમલા પછી, 25 ફેબ્રુઆરી 2019 ના રોજ મોડી રાત્રે, મિરાજ-2000 વિમાનોએ ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી અને 26 ફેબ્રુઆરી 2019 ના રોજ, ભારતીય વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં પ્રવેશ કર્યો અને આતંકવાદી કેમ્પ અને ઠેકાણાઓને નિશાન બનાવ્યા. આ હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદ સંગઠન મોટા પ્રમાણમાં બરબાદ થઈ ગયું હતું. ભારતના આ હુમલામાં લગભગ 300 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલાને બાલાકોટ સ્ટ્રાઈક નામ આપવામાં આવ્યું હતું.