ઊંઝામાંથી નકલી જીરુ બનાવતી ફેકટરી ઝડપાઇ..

0
195

ઊંઝા શહેરના ગંગાપુરા રોડ પર ફેક્ટરીમાં મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતો છાપોમારી અંદાજિત 24,720 કિલો શંકાસ્પદ જીરુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ જીરુંના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝાના ગંગાપુરા રોડ પરના એક ખુલ્લા ખેતરમાં કથિત નકલી જીરુંનો વેપલો ધમધમી રહ્યો છે તેવી મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ મળી હતી. આથી બપોરના સમયે ફૂડ વિભાગના અધિકારી વી.જે. ચૌધરીએ ટીમ સાથે ધર્મેન્દ્રભાઈ પટેલની ફેક્ટરી પર રેડ કરી હતી. ફૂડ વિભાગની ટીમે ફેક્ટરીમાં તપાસ હાથ ધરતાં ગોળની રસી સહિતની ચીજવસ્તુઓ ભેળસેળ કરતાં હોવાનુ બહાર આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે 24,720 કિલો જીરું શંકાસ્પદ, 240 કિલો પાવડર મિક્સ, 630 લીટર ગોળની રસી, 5300 કિલો વરિયાળી લૂઝ સહિત કુલ આશરે રૂ. ૮૯ લાખની કિંમતનો ૩૧,૦૦૦ કિલોગ્રામ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.