એકતા કપૂરની વેબ સીરિઝ કામસૂત્રમાં સની લિયોની ભજવશે ભૂમિકા…!!

0
1837

એકતા કપૂર નિર્મિત ફિલ્મ ડ્રીમ ગર્લ હાલ બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. એ વચ્ચે એક નવી ખબર આવી રહી છે કે એકતા કામસૂત્ર પર આધારિત વેબ સીરિઝ લાવવાની યોજના બનાવી રહી છે, જેને ઑલ્ટ બાલાજી પર સ્ટ્રીમ કરવામાં આવશે.

મિડ-ડેના રિપોર્ટ અનુસાર, એકતાએ આ શો માટે મુખ્ય ભૂમિકા માટે સની લિયોનીને એપ્રોચ કરી છે. રિપોર્ટમાં એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાથી આ મામલે બંને વચ્ચે વાત ચાલી રહી છે. સનીએ આ પ્રોજેક્ટમાં પોતાનો રસ પણ બતાવ્યો છે.

13મી સદીમાં સ્થિત આ કાલ્પનિક સીરિઝ થશે, જે રાજસ્થાનના ગોલી સમુદાયની સ્ત્રીઓ પર આધારિત હશે, જે રાજાઓની પ્રેમિકાઓ હતી. હાલ તેની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here