અક્ષય કુમારનું ‘રાઉડી રાઠોડ 2’માંથી કપાયું પત્તુ

0
199

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખિલાડી કુમાર તરીકે ફેમસ છે. એક્શન ફિલ્મો હોય કે કોમેડી હોય કે કોપ, એક્ટર દરેક રોલ ખૂબ જ સારી રીતે ભજવીને પોતાના ફેન્સનું દિલ જીતી લીધું છે. પરંતુ ગયા વર્ષથી અક્ષયની ફિલ્મો સતત ફ્લોપ રહી હતી. કેટલીક હિટ ફિલ્મોની રિમેકમાંથી પણ તેને પડતો મૂકવામાં આવ્યો હતો.

હવે તેની બીજી હિટ ફિલ્મ રાઉડી રાઠોડમાંથી તેનું પત્તું કાપવામાં આવ્યું છે. એવી ચર્ચા છે કે રાઉડી રાઠોડની સિક્વલ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં અક્ષય કુમારની જગ્યાએ અન્ય એક્ટરને લેવામાં આવ્યો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘રાઉડી રાઠોડ 2’માં અક્ષય કુમારની જગ્યાએ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાને લેવાની વાત સામે આવી રહી છે. આ ફિલ્મમાં તે પોલીસનો રોલ કરી રહ્યો છે. જો કે, આ રિપોર્ટ્સ અંગે હજુ ઓફિશિયલ માહિતી બહાર આવી નથી. પરંતુ એવા રિપોર્ટ્સ છે કે શબીના ખાને હવે તેના પ્લાનને લોક કરી ચુકી છે અને આ ફિલ્મ માટે પોલીસ કોપની ભૂમિકા માટે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે વાત કરી રહી છે.