એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ઘરે થઈ ચોરી….

0
248

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ઘરમાં ચોરી થઈ છે. હાલ તે પરિવાર સાથે ઇટાલીમાં વેકેશન માણી રહી છે, ત્યારે મુંબઈ પોલીસે માહિતી આપી છે કે ગયા અઠવાડિયે શિલ્પાના ઘરે ચોરી થઈ હતી. આ ઘટના બાદ તેના ઘરમાંથી અનેક કિંમતી સામાન ગાયબ છે. ફરિયાદના આધારે જૂહુ પોલીસ સ્ટેશનમાં ચોરીનો મામલો દાખલ કરવામાં આવ્યો છે.બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના મુંબઈમાં જુહુના ઘરમાં ચોરીની ઘટના સામે આવી છે. મુંબઈ પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી છે અને પૂછપરછ ચાલી રહી છે. સમાચાર એજન્સી અનુસાર, આ ઘટના એક સપ્તાહ જૂની છે. પોલીસે ગુરુવાર 15 જૂને એજન્સીને જાણ કરી હતી કે ગયા અઠવાડિયે અભિનેત્રીના ઘરમાંથી કથિત રીતે કેટલીક કિંમતી વસ્તુઓની ચોરી થઈ હતી. આ મામલે તપાસ ચાલી રહી છે.