એક પખવાડિયાથી ઘરમાં પુરાઈ રહ્યા હતા, બહાર નીકળી શકાય એવી સ્થિતિ નહોતી

0
232

સુદાનમાં ઊભી થયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચેથી ગઈ કાલે ૫૬ ગુજરાતીઓ હેમખેમ  ગુજરાત આવી પહોંચ્યા હતા. ઑપરેશન કાવેરી હેઠળ ગુજરાતના ૫૬ લોકોને જેહાદથી મુંબઈ લાવીને ગઈ કાલે વહેલી પરોઢે અમદાવાદ લવાયા ત્યારે આ નાગરિકોને હાશકારો થયો હતો અને વતન પરત ફર્યાની ખુશી થઈ હતી.
સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ઑપરેશન કાવેરી હેઠળ ગઈ કાલે રાજકોટ જિલ્લાના ૩૯, ગાંધીનગર જિલ્લાના ૯, આણંદ જિલ્લાના ૩ અને વડોદરા ​જિલ્લાના પાંચ નાગરિકોને સહીસલામત ગુજરાત પરત લવાયા હતા. ગઈ કાલે વહેલી સવારે અમદાવાદમાં આ નાગરિકો આવી પહોંચતાં ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તેમને આવકાર્યા હતા. આ તમામ નાગરિકોને તેમના વતન જવા માટે ગુજરાત સરકારે વ્યવસ્થા કરી હતી અને તેમને સુખરૂપ વતન પહોંચાડ્યા હતા.