એનિમલ મુવીએ ત્રણ દિવસમાં બોક્સઓફિસ પર ફટકારી ડબલ સેન્ચુરી

0
236

ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ હાલમાં બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મે શરૂઆતના દિવસે ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મે ત્રણ દિવસમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મને વીકેન્ડ એટલે કે રવિવારનો જબરદસ્ત ફાયદો મળ્યો છે. જાણો ત્રીજા દિવસે ફિલ્મે કેટલી કમાણી કરી.‘એનિમલ’માં રણબીર કપૂરની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મની અન્ય કાસ્ટની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ‘એનિમલ’ને ‘A’ રેટિંગ મળ્યું છે. ફિલ્મમાં એક્શનની સાથે તમને રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના અને તૃપ્તિ ડિમરી વચ્ચેના ઘણા બોલ્ડ સીન્સ પણ જોવા મળશે. પહેલા અને બીજા દિવસની ધમાકેદાર કમાણી બાદ હવે બધાની નજર ત્રીજા દિવસના કલેક્શન પર છે. ‘એનિમલ’એ તેની રિલીઝના દિવસે 63.8 કરોડ રૂપિયાની કમાણી કરીને ઘણા રેકોર્ડ તોડ્યા છે.