મિચૌંગ વાવાઝોડાના કારણે ચેન્નાઈ માં 5 લોકોના મોત…

0
105

વાવાઝોડું મિચૌંગના પ્રભાવના કારણે અનેક સ્થળોએ વરસાદ પડ્યો છે. ચેન્નાઈનો મોટાભાગનો હિસ્સો જળમગ્ન થયો છે. અહીં પાણીમાં વહી જવાના કારણે 5 લોકોના મોત થયા છે. આ વાવાઝોડું હાલ બંગાળની ખાડી ઉપર છે અને તે આંધ્ર પ્રદેશના કાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. ચેન્નાઈ એરપોર્ટ બંધ કરાયું છે. તોફાન નેલ્લોર અને મછલીપટ્ટમની વચ્ચે ટકરાઈ શકે છે.

ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ વાવાઝોડું કાલે બપોરે નેલ્લોર અને માછલીપટ્ટમ વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. તે વખતે 90-100 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ રહી શકે છે. જે 110 સુધી પણ પહોંચી શકે છે. ગંભીર વાવાઝોડું પશ્ચિમ મધ્ય અને તેને અડીને આંધ્ર પ્રદેશના દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના ઉત્તરી તમિલનાડુના તટો તરફ આગળ વધી ગયું. આ દરમિયાન તેની સ્પીડ 12 કિમી પ્રતિ કલાક રહી. બંગાળની ખાડીની ઉપર જે ડિપ ડિપ્રેશન, વાવઝોડા મિચૌંગમાં ફેરવાયું તેની વિનાશકારી પ્રકૃતિ અને સંભવિત પ્રભાવનાકારણે નિગરાણી થઈ રહી છે. પોલીસે કહ્યું કે વાવાઝોડાએ તમિલનાડુના ચેન્નાઈમાં અલગ અલગ ઘટનાઓમાં આઠ લોકોના જીવ લીધા છે.