કોરોના સંકટની વચ્ચે પ્રવાસી મજૂરોની વાપસી સાથે જોડાયેલ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેન ચડી જતા 14 મજૂરોના મોત થયા છે. ટ્રેકના રસ્તે જઈ રહેલા મજૂરો માલગાડીની અડફેટે આવી ગયા. આ ઘટના સવારે 4 કલાકે થઈ. અહેવાલ અનુસાર જાલનાની ફેક્ટરીમાં કામ કરના મજૂરો જાલનાથી ભૂસાવલ જઈ રહ્યા હતા. મજૂરોને આશા હતી કે ત્યાંથી છત્તીસગઢ જઈ શકશે.
કરમાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી જાણકારી મુજબ આ ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઇન પર શુક્રવાર સવારે 6:30 વાગ્યે બની. ફ્લાયઓવરની પાસે પાટાઓ પર ઊંઘી રહેલા 17 પ્રવાસી શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.