કંઝાવલા કેસમાં પોલીસનો ચોંકાવનારો ખુલાસો…

0
467

રાજધાની દિલ્હીના કંઝાવલા રોડ અકસ્માતમાં દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે અકસ્માત સમયે પીડિતા સાથે સ્કૂટી પર અન્ય એક છોકરી પણ હતી. પીડિત યુવતીનો જ્યારે અકસ્માત થયો ત્યારે તે યુવતી પાછળ બેઠી હતી. પીડિત યુવતીના મોત પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે…દિલ્હી પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, જ્યારે પોલીસ મૃતક પીડિત યુવતીનો રુટ ટ્રેસ કરી હતી ત્યારે તેમને ખબર પડી કે પીડિતા સાથે સ્કૂટી પર અન્ય એક યુવતી પણ હતી. હવે એક CCTV ફૂટેજ સામે આવ્યું છે, જેમાં બંને યુવતીઓ ફંક્શનમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે. સીસીટીવી ફૂટેજમાં બંને યુવતીઓ રાતે 1.45 વાગે એક હોટલથી નવા વર્ષની પાર્ટી કરીને નીકળતી જોવા મળી રહી છે. પીડિત અંજલી પિંક ટીશર્ટમાં જોવા મળી રહી છે જ્યારે તેની મિત્ર નિધિ રેડ ટીશર્ટમાં જોવા મળી રહી છે. સ્કૂટી નીધિ ચલાવી રહી છે જ્યારે અંજલિ પાછળ બેઠી છે. ત્યારબાદ ત્યાંથી નિધિ સ્કૂટી ચલાવીને જાય છે પરંતુ થોડીવારમાં અંજલી કહે છે કે સ્કૂટી એ ચલાવશે અને ત્યારબાદ અંજલિ સ્કૂટી ચલાવે છે અને નિધિ પાછળ બેસી જાય છે.