કચ્છના રાપરમાં 4.6 તીવ્રતાના મોટા ભૂકંપના આંચકા……

0
168

કચ્છના રાપરમાં ભૂકંપના આંચકો આવવાનો સિલસિલો યથાવત છે. રાપરમાં 29 કલાકમાં 24 ભૂકંપના આંચકા નોંધાયા. કચ્છ યુનિવર્સીટી જીઓ સાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ગૌરવ ચૌહાણએ માહિતી આપી. 4.6 તીવ્રતાના મોટા ભૂકંપના આંચકા બાદ 23 આફ્ટર શોક નોંધાયા. ગઈકાલે વહેલી સવારે 4:30 થી આજે સવારે 9:30 વાગ્યા સુધી ભૂકંપના આંચકા નોંધાયા. લાલ કલરની પિન મેનશોક નું લોકેશન છે અને પીળા પિન પછી આવેલા કુલ 23 આફ્ટરશોક છે.