કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં લીલા દુષ્કાળની સ્થિતિ

0
3002

મહા વાવાઝોડાને પગલે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ કમોસમી વરસાદના કારણે સૌથી મોટું નુકસાન ધરતી પુત્ર ખેડુતોને થઇ રહ્યું છે. જેને કારણે લીલો દુષ્કાળ થવાની સ્થિતિ ઉભી થઇ રહી છે. અત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાનો ભય ખેડુતનોને સેવાઇ રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદથી ખેડુતોને વ્યાપક નુકસાન

રાજ્યના કાંઠા સહિત દક્ષિણ ગુજરાત અને વલસાડ જિલ્લાના ગામોમાં કમોસમી વરસાદથી ડાંગર અને શાકભાજી સાથેના પાકને નુકસાન થતાં ખેડૂતોમાં સરવે અને વળતરની માગ ઉઠી રહી છે.

ખેડુતોની આવનારી પરિસ્થિતી પર રાજ્ય સરકારે બોલીવી તાકીદની બેઠક
આ પરિસ્થિતિમાં ખેડૂતોના વ્હારે આવવા સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગરમાં યોજેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના સરવેની કાર્યવાહી હાથ ધરવા આદેશ કર્યો છે.જેના વલસાડ જિલ્લામાં પણ ખેતીવાડી વિભાગ દ્વારા સરવે કાર્યવાહી હાથ ધરાતા ખેડૂતોને રાહત મળી છે. ભારે પવનને કારણે આડો પડી ગયેલો ડાંગરનો પાક વરસાદના પાણી ખેતરોમાં કારણે સડવા લાગ્યો છે.

સહાય કેમ મેળવવી તે અંગે ખેડૂતો અજાણ

વડોદરા જીલ્લામાં ખેડૂતોને હવે ખેતીના નુકશાન પેટે સરકાર સહાય આપે તેની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. જોકે સરકારી સહાય કેવી રીતે મળશે અને તેને લેવા માટે શું કરવું તે અંગે પણ મોટાભાગના ખેડુતો અજાણ છે. ખેડૂતો આ માહીતી મળેવવા નગરપંચાયત અથવા જીલ્લા પંચાયત ખાતે પહોચતા તેમને અધિકારીઓ દ્વારા માહીતી ન અપાતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે.

વડોદરા જિલ્લામાં હજાર વીઘા જમીનમાં પાક નિષ્ફળ

અમારા ગામમાં હજાર વિઘા જમીનમાં તુવેર,ડાંગર અને કપાસના પાકની ખેતી થાય છે. જ્યારે કમોસમી વરસાદના પગલે ખેતરોમાં પાણી ફરી વળતા પાક નિષ્ફળ ગયો છે. ખેડુતોએ દવા,ખાતર તેમજ બિયારણનો જે ખર્ચો કર્યો છે તે માથે પડ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા પણ કોઈ સહાય મળી રહી નથી.વડોદરા જીલ્લામાં હાલ કપાસનો વાવેતર વિસ્તાર 79,608 હેક્ટરમાં થયું છે. જ્યારે બાકીના 1.67 લાખ હેક્ટરમાં ડાંગર,તુવેર તેમજ અન્ય પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડુતોને ભારે નુકશાન થયું છે. જેના માટે ખેડુતો હવે સરકાર કોઈ મદદ કરશે તેની રાહ જોઈ રહ્યાં છે.

ઉત્તર ગુજરાતમાં કપાસને 20 ટકા નુકસાન
મહેસાણા જિલ્લામાં બહુચરાજીમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત મહેસાણાખેરાલુવિજાપુરવિસનગરસતલાસણાઊંઝા અને જોટાણામાં પણ હળવાં વરસાદી ઝાપટાં થયાં હતાં. આ વરસાદથી કપાસના પાકમાં 20 ટકા સુધી નુકસાન થયું છે. જબહુચરાજી વિસ્તારમાં ઇંચ વરસાદથી કપાસજુવારએરંડા સહિતના પાકને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોની પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ સર્જાઇ છે. સર્વે કરી વળતર ચૂકવવા ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here