એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ‘રાગિની એમએમએસ’, ‘ઉજડા ચમન’ અને ‘પ્યાર કા પંચનામા’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કરિશ્મા શર્મા વિશે આ સમયે મોટા સમાચાર આવી રહ્યા છે. કરિશ્મા એક અકસ્માતનો ભોગ બની છે. જ્યારબાદ તેને ગંભીર હાલતમાં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની હાલત વિશે માહિતી આપી છે. કરિશ્મા મુંબઈની લોકલ ટ્રેનમાં ચર્ચગેટ જઈ રહી હતી, ત્યારે ત્યારે ટ્રેનમાંથી કૂદી ગઈ હતી.






