પ્રથમવાર પૂર્ણ બહુમતિથી અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય….

0
329

આણંદના ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘના નિયામક મંડળની 12 સામાન્ય અને એક વ્યક્તિગત બેઠક સહિત 13 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચાર બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થતા કુલ 9 બેઠકો માટે યોજાયેલા મતદાનની મત ગણતરી આજે હાથ ધરવામાં આવી હતી, જેમાં 7 બેઠકો પર ભાજપનો અને બે બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોનો વિજય થતા ભાજપે પૂર્ણ બહુમતથી અમૂલમાં સત્તા હસ્તગત કરી હતી.