કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ અમદાવાદના પ્રવાસે

0
108

આજે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે આવશે. આજથી 2 દિવસ પ્રવાસ સમયે અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રમાં ખાતમહૂર્ત અને લોકાપર્ણ કાર્યક્રમ હાજરી આપશે. તેમજ પરિવાર સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવશે. આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રમાં ગાંધીનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા વિકાસના કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ ઉપસ્થિત રહેશે.