કેન્સર, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓની દવાઓની કિંમતમાં થશે વધારો….

0
47

ભારતમાં નિયંત્રિત દવાઓના ભાવ વધવાની ધારણા છે. કેન્સર,ડાયાબિટીસ, હૃદય રોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓ ના ભાવ વધવાનો અંદાજ હોવાનું જાણવા મળેલ છે. જે નિયંત્રિત શ્રેણીની દવાઓ ના ભાવમાં 1.7% નો વધારો થવાની શક્યતા છે.મળતી માહિતી મુજબ, કાચા માલ અને અન્ય ખર્ચાઓની કિંમત દિવસેને દિવસે વધી રહી હોવાથી દવા ઉદ્યોગ કિંમતો વધારશે તેમ જાણવા મળેલ છે. જોકે, બજારમાં દવાઓના નવા ભાવ લાગૂ થવામાં હજુ બે થી ત્રણ મહિના લાગશે. કારણ કે કોઈપણ સમયે બજારમાં લગભગ 90 દિવસ સુધી વેચાણપાત્ર દવાઓ ઉપલબ્ધ હોય છે.”