ચોમાસુ આખરે આવી ગયું છે. કેરળમાં આઠ દિવસ પહેલા આવેલા દક્ષિણપશ્ચિમ ચોમાસાને કારણે, ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે, કેરળમાં ચોમાસાની એન્ટ્રીની સામાન્ય તારીખ 1 જૂન હોય છે. પરંતુ આ વખતે, ચોમાસુ કેરળમાં 8 દિવસ વહેલું (24 મે) આવી ગયું છે. હવામાન વિભાગે પોતે આ માહિતી શેર કરી છે.તમને જણાવી દઈએ કે 16 વર્ષમાં પહેલી વાર એવું થઈ રહ્યું છે કે ચોમાસુ આટલું વહેલું આવી રહ્યું છે. આ ચોમાસાએ આટલું વહેલું આવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. હવામાન વિભાગ (IMD) એ અગાઉ 27 મેની આસપાસ કેરળમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી, પરંતુ ચોમાસુ તેનાથી પણ 3 દિવસ વહેલું આવી ગયું. છેલ્લે વર્ષ 2009માં 23 મેના રોજ ચોમાસાએ કેરળમાં એન્ટ્રી કરી હતી.આગામી સમયમાં ચોમાસું કેરળ સહિત તમિલનાડુ અને કર્ણાટકમાં પણ એન્ટ્રી કરે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું એક અઠવાડિયામાં દેશના દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોને કવર કરી શકે છે અને 4 જૂન સુધીમાં જ તે મધ્ય અને પૂર્વ ભારતમાં પહોંચી શકે છે. એટલે ગુજરાતમાં પણ 4 જૂન આસપાસ જ ચોમાસુ બેસી શકે તેમ છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગ રૂપે દેશના કુલ 29 રાજ્યોમાં આંધી અને વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક સહિત ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.