કોંગ્રેસના ઉમેદવારનું અનોખુ સોગંધનામું:‘મને વોટ આપો હું પક્ષપલટો નહિ કરું’

0
213

કોંગ્રેસ પર ભરોસો રાખીને વોટ આપતા મતદારોને એક જ સવાલ થાય છે કે, બાદમાં ઉમેદવારો પક્ષપલટો કરે છે. 2017 ની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનારા કોંગ્રેસના બાદમાં ફટકો પડ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રસના અનેક ઉમેદવારો પક્ષપલટો કરીને ભાજપમાં ગયા છે. જેથી મતદારોમાં કોંગ્રસના ઉમેદવારો પર ભરોસો રાખવો મુશ્કેલ બન્યો છે. આમ, પણ પાંચ વર્ષમાં ગુજરાતમાં પક્ષપલટાની મોસમ ચાલી છે. આ જ કારણ છે કે, 2022 ની ચૂંટણીમાં મતદારોમાં નિરસતા જોવા મળી છે. ત્યારે નવસારીમાં કોંગ્રેસના ઉમેદવારે અનોખું સોગંધનામુ કરીને મતદારોને ખાતીર આપી છે. નવસારી 175 વિધાનસભામાં નવસારી શહેરના પૂર્વ પ્રમુખ દીપક બારોટને પણ કોંગ્રેસે મેદાને ઉતર્યા છે. તેઓએ જોરશોરથી પ્રચાર કરીને પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પરંતુ હાલ તેમનુ સોગંધનામુ ચૂંટણી પ્રચાર વચ્ચે ચર્ચામાં આવ્યું છે. આ સોગંધનામુ તેમના પક્ષપલટાને લઈને છે. તેમણે સોગંધનામામાં લખ્યું કે, મને ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં મત આપો, વિશ્વાસઘાત નહીં કરું. કોંગ્રેસી ઉમેદવાર દિપક બારોટે મતદારોને મત આપવાની અપીલ સાથે મતદારો સાથે વિશ્વાસઘાત નહીં કરવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ જીત્યા પછી કોઈપણ ભોગે વેચાઈ નહીં જાય એની મતદારોને ખાતરી લખીને આપી છે. ત્યારે દિપક બારોટનું સોગંદનામુ હાલ સોશિયલ મીડિયામા વાયરલ થયું છે.