કોઈ પ્રતિબંધની રશિયા પર નથી થઈ રહી અસર, ભીષણ હુમલો કરી ખેરસોન શહેર પર કબજો કર્યો!

0
523

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની ચેતવણી અને પ્રતિબંધો પણ રશિયાને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. રિપોર્ટ્સ છે કે રશિયાની સેનાએ યુક્રેનના ખેરસોન શહેરને સરળતાથી પોતાના કબજામાં લઈ લીધુ છે અને તેના સૈનિકો ખારકિવમાં પણ ઘૂસી ગયા છે. CNN ના રિપોર્ટ મુજબ વેબકેમ અને વીડિયો સ્ક્રીનશોટને જિયોલોકેટેડ કરાયા છે. જેનાથી જાણવા મળે છે કે રશિયાની સેના ખારસોનમાં હાજર છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મંગળવારે ઉત્તરી ખેરસોનમાં એક ચાર રસ્તે રશિયાના સૈન્ય વાહનો જોવા મળ્યા છે. વેબકેમના સ્ક્રીનશોટમાં કેન્દ્રીય ખેરસોનમાં સ્વોબોડી સ્વેર પર રશિયન સૈન્ય વાહનો જોવા મળી રહ્યા છે. ખેરસોન સ્થાનિક પ્રશાસન ભવન સ્વોબોડી સ્ક્વેર પર આવેલું છે. અનેક દિવસની ગોળાબારી અને ભીષણ લડાઈ બાદ મંગળવારે રશિયન સેના શહેરના પૂર્વ ભાગમાં જોવા મળી હતી. રશિયન બેરોકટોક ખેરસોનમાં ઘૂમી રહ્યા છે. જેનાથી એ પણ જાણવા મળે છે કે ક્રિમિયાથી રશિયાની સેના આગળ વધી છે ને નીપર નદી પાર એક ક્રોસિંગ સ્થાપિત કર્યું છે. સીએનએનએ જણાવ્યું કે મંગળવાર બપોરે ખેરસોનના મેયર ઈગોર કોલખેએવે ફેસબુક પર એક કડક સંદેશો પોસ્ટ કર્યો. જેમાં ચેતવણી અપાઈ હતી કે શહેર પર હુમલા થઈ રહ્યા છે. તેમણે લખ્યું હતું કે આવાસીય ભવન અને શહેરી સુવિધાઓ બળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here