ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ 4082 દર્દી, 197ના મોત

0
1250

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 16 દર્દીના મોત થયા છે. જ્યારે 93 દર્દી સાજા થયા છે. આમ કુલ દર્દી 4082 અને મૃત્યુઆંક 197એ પહોંચ્યો છે. તેમજ 527 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ ગુજરાતમાં એક જ દિવસમાં બીજીવાર કોરોનાના 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા 19 એપ્રિલે 367 કેસ નોંધાયા હતા.

કોરોના અંગેની અપડેટ આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 308 નવા કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 234, સુરતમાં 31, વડોદરામાં 15, આણંદમાં 11, પંચમહાલમાં 4, રાજકોટમાં 3, નવસારીમાં 3 ભાવનગરમાં 2, ગાંધીનગરમાં 2,મહેસાણા, બોટાદ અને મહીસાગરના 1-1 કેસ સામેલ છે. જ્યારે અમદાવાદમાં 9, વડોદરામાં 3, સુરતમાં 3 અને રાજકોટમાં 1 મળીને કુલ 16 દર્દીના મૃત્યુ થયા છે. કુલ 4082 દર્દીમાંથી 34 વેન્ટીલેટર પર અને 3324ની હાલત સ્થિર છે. જ્યારે 527 દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 197 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 59488 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 4082ના રિપોર્ટ પોઝિટિવ અને 55046ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બીજી એક સારી બાબત એ છે કે, પોરબંદર, જામનગર અને મોરબીમાં એક પણ એક્ટિવ કેસ નથી. જો કે આ વાતથી ખુશ થવાની જરૂર નથી, પણ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here