કોરોના માણસને ખતમ કરવાની જીદ્દ પર છે : નરેન્દ્ર મોદીએ

0
747

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશને સંબોધન કર્યું. મન કી બાત કાર્યક્રમનો આ 63મી એડીશન છે. મોદીએ કહ્યું- સામાન્ય રીતે મન કી બાતમાં હું ઘણા વિષયોને લઈને આવું છું. આજે વિશ્વભરમાં કોરોનાના સંકટની ચર્ચા છે. એવામાં બીજી વાત કરવી તે યોગ્ય નથી. કેટલાક એવા નિર્ણયો લેવા પડ્યા, જેનાથી ગરીબોની મુશ્કેલી થઈ. તમામની હું માંફી માંગુ છું. હું તમારા બધાની પરિસ્થિતિ સમજુ છું, પરંતુ કોરોનાની વિરુદ્ધની લડાઈ માટે આ સિવાય કોઈ રસ્તો નથી. કોઈને આમ કરવાનું મન થતું નથી, પરંતુ મારે તમારા પરિવારને સુરક્ષિત રાખવાનો છે. આ કારણે બીજી વખત માંફી માંગુ છું.

વડાપ્રધાને કહ્યું કે આપણે ત્યાં કહેવાય છે કે બીમારી પહેલા તેના ઉપાય કરવા જોઇએ. કોરોના માણસને ખતમ કરવાની જીદ્દ પર છે. તેથી સૌ કોઇને એકજૂટ થઇને લોકડાઉનનું પાલન કરવાનો સંકલ્પ લેવો પડશે. લોકડાઉનમાં ધૈર્ય દેખાડવાનું છે. અમુક લોકો કોરોનાની ગંભીરતાને સમજી રહ્યા નથી. પરંતુ હું કહેવા માંગીશ કે એ ગફલતમાં ન રહેતા કે દેશ બરબાદ થઇ જાય. કોરોનાની લડાઇમાં ઘણા એવા યોદ્ધા છે જે અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here