કોરોના વાયરસથી સંક્રમિતમાં 30 ટકા કેસ તબ્લીગી જમાત સાથે જોડાયેલા

0
860

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 2,902 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાંથી 68 લોકોના મોત થઈ ગયા છે અને 2650 એક્ટિવ કેસ છે. જ્યારે 183 લોકો સાજા થઈ ગયા છે. સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 601 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં નોંધાયેલા કોરોના સંક્રમિત દર્દીઓનો સર્વાધિક આંકડો છે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કેટલાક મામલામાંથી 1023 કેસ એટલે કે 30 ટકા કેસ તબ્લીગી જમાત સાથે જોડાયેલા છે. લવ અગ્રવાલે જણાવ્યું કે, તબ્લીગી જમાત સાથે જોડાયેલા કેસ તમિલનાડુ, દિલ્હી, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, અંદમાન નિકોબાર, ઉત્તરાખંડ, હિમાચલ, ઝારખંડ સહિત 17 રાજ્યોમાંથી સામે આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here