રાજકોટની કંપનીએ બનાવ્યું ધમણ-1 નામનું વેન્ટિલેટર

0
647

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 105 પર પહોંચી છે. કોરોનાની મહામારી વચ્ચે રાજકોટની એક કંપનીએ વેંટીલેટર તૈયાર કર્યુ છે. જેની કિંમત એક લાખ રૂપિયાથી પણ ઓછી છે. આ વેંટીલેટરની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી હતી. આ સમયે તેમની સાથે જ્યોતિ સીએનસીના માલિક પરાક્રમસિંહ જાડેજા હાજર રહ્યા હતા.
માત્ર 10 દિવસમાં જ વેંટીલેટર બનાવી રાજ્યના ઉદ્યોગકારે દેશની તાકાત દર્શાવી છે. આ વેંટીલેટરને ધમણ-1 નામ આપવામાં આવ્યું છે. વેંટીલેટર દર્દી પર સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. જેમાં પહેલા 1000 વેંટીલેર ગુજરાતને આપવામાં આવશે અને ત્યારબાદ દેશના અન્ય રાજ્યોમાં અપાશે.સામાન્ય વેંટીલેટરની કિંમત પાંચથી છ લાખ રૂપિયા જેટલી હોય છે, જ્યારે રાજકોટના ઉદ્યોગકારે તેને એક લાખ રૂપિયા કરતા પણ ઓછી કિંમતમાં બનાવ્યું છે. કંપની આગામી સમયમાં તેમાં ફિચર અપડેટ કરીને ધમણ-2 અને ધમણ-3 પણ બનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here