ક્રિકેટ વર્લ્ડકપને લઈને અમદાવાદમાં ગોઠવાયો કડક બંદોબસ્ત

0
160

આજથી એક દિવસી ક્રિકેટ વિશ્વ કપનો ભવ્યાતિભવ્ય રીતે પ્રારંભ. અમદાવાદના આંગણે થઈ રહ્યો છે ક્રિકેટના આ મહાકુંભનો પ્રારંભ. અમદાવાદમાં આવેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલેકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે વિશ્વ કપની પહેલી મેચ. ગઈ વખતની ચેમ્પિયન અને રનરઅપ ટીમ એટલેકે, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે વર્લ્ડ કપનો પહેલો મુકાબલો.

વર્લ્ડ કપને લઈને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વિશ્વ કપ દરમિયાન કઈ કઈ મેચો રમાશે? ક્યારે રમાશે ભારતની મેચ? સ્ટેડિયમમાં કેવા પ્રકારની છે વ્યવસ્થા? ટ્રાફિક નિયમથી લઈને કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ કોવો કરાયો છે બંદોબસ્ત? ક્યાં કેટલી પોલીસ તૈનાત કરાઈ? કોને કોને સોંપાઈ છે જવાબદારી? જાણો વર્લ્ડ કપ સુરક્ષા છાવણીમાં ફેરવાયેલાં અમદાવાદના હાલ હવાલ.ખેલાડી, ટીમનો સપોટ સ્ટાફ, વીવીઆઈપી, દર્શકો તેમજ સ્ટેડિયમની નજીક આસપાસના વિસ્તારમાંથી પસાર થતાં લોકો આ તમામને કોઈપણ પ્રકારની હાલાકી ન ઉભી થાય તેવી વ્યવસ્થા કરાઈ છે. ટ્રાફિક નિયમનથી લઈને મેચ જોવા આવેલાં દર્શકો માટે અલાયદા પાર્કિંગની પણ વ્યવસ્થા કરાઈ છે. સાડા ત્રણ હજારથી વધુ સુરક્ષા જવાનો વર્લ્ડ કર દરમિયાન સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં તેમજ ખેલાડીઓને લાવવા અને લઈ જવા માટે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા પુરી પડશે.