ખાલિસ્તાની કટ્ટરવાદી અમૃતપાલ શરણાગતિ માટે તૈયાર…

0
385

ભાગેડુ અમૃતપાલ સિંહ અને તેના સંગઠન સામે પોલીસની આકરી કાર્યવાહી પછી આ ખાલિસ્તાની નેતાનો બુધવારે એક વીડિયો બહાર આવ્યો હતો, જેમાં તેને શીખ સમુદાય સંબંધિત મુદ્દાની ચર્ચા કરવા બૈસાખીએ ‘સરબત ખાલસા’ સભા યોજવાનું અકાલ તખ્તના જથેદારને આહ્વાન કર્યું છે. પોતાનો જુસ્સો બુલંદ હોવાનો ઉલ્લેખ કરીને આ અમૃતપાલે જણાવ્યું છે કે જો પંજાબ સરકાર માત્ર તેની ધરપકડ કરવા માગતી હોત તો પોલીસે મારા ઘેર આવી હોત અને મેં આત્મસમર્પણ કર્યું હોત.

પોલીસ કાર્યવાહીને શીખ સમુદાય પરનો હુમલો ગણાવીને નવા વીડિયોમાં તે પંજાબી ભાષામાં કહે છે કે મારી ધરપકડનો સવાલ છે ત્યાં સુધી તે ભગવાનના હાથની વાત છે. મારો જુસ્સો બુલંદ છે. કોઇપણ નુકસાન કરી શકશે નહીં. તેને ધરપકડનો કોઇ ભય નથી.આ વીડિયો અંગે કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ પોલીસ અમૃતપાલની ઝડપી લેવાની તૈયારીમાં છે, ત્યારે આ વીડિયો બહાર આવ્યો છે. કેટલાંક અહેવાલ મુજબ તે કેટલીક શરતો સાથે આત્મસમર્પણ કરી શકે છે. બીજી તરફ પોલીસે અમૃતસર અને ભટિંડાના તલવંડી સાબો વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે.