ખોરજ ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ઘરે ઘરે કપડાની થેલીનું વિતરણ કરાયું

0
1397

ખોરજગ્રામપંયાયત દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત અને સીસીટીવી યુક્ત ખોરજ ગામ બનાવવાના ઉમદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ઘર દીઠ કપડાની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓને સ્વચ્છ ખોરજનું ટી શર્ટ આપવામાં આવ્યું હતું. મહાશ્રમદાન રેલીનું  આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી નૈનેશ આર. પટેલ દ્વારા નવનિર્મિત પુસ્તકાલય તથા જીમના મકાનનું ઉદૂઘાટનગાંધીનગર(દ)ના ઘારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, ગાંધીનગર તાલુકાવિકાસ અધિકારી શ્રીજી.એ.ધાધંલીયા તથાનિવૃત્ત આઇ.પી.એસ. શ્રી ડી જી. વણઝારાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાંજિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના ઉપસ્થિતચૂંટાયેલા સદસ્યો તથા કર્મચારીઓને કાપડની થેલીનું પ્રેરક પ્રતિક તરીકે વિતરણ કરવામાં આવ્યુંહતું.

કાર્યક્રમના આરંભે ખોરજ ગામના સરપંચ શ્રીમતી ભાવનાબેન પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વિકાસ અઘિકારી શ્રી આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત, ગાંધીનગર અને ખોરજ ગ્રામ પંચાયતના કર્મયોગીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકાપંચાયત પ્રમુખ શ્રી શોભનાબેન વાઘેલા,   તાલુકાના વિવઘ ગામના સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રી શ્રી કે આર. પટેલ, ખોરજ ગામના ગ્રામજનોમોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here