‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ રિલીઝના ત્રણ દિવસમાં ૩૯.૧૨ કરોડનો બિઝનેસ કર્યો …..

0
508

લીલા ભણસાલીની આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ છે. ગંગુબાઈના જીવન પર બનેલી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આલિયા ભટ્ટ અને અજય દેવગન લીડ રોલમાં છે. આલિયા તેના બિન્દાસ અંદાજ
અને ધારદાર ડાયલૉગ્સથી છવાઈ
ગઈ છે. લૉકડાઉનમાં રાહત મળતાં થિયેટર્સ ૫૦ ટકા ઑક્યુપન્સી સાથે શરૂ થયાં છે.
આમ છતાં ફિલ્મ બૉક્સ-ઑફિસ પર જે કલેક્શન કરી રહી છે એ પ્રશંસનીય છે. જે પ્રકારે ફિલ્મનું કલેક્શન આગળ વધી રહ્યું છે એને જોતાં લાગે છે કે ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં ટૂંક સમયમાં સામેલ થઈ જશે. આ ફિલ્મે પહેલા દિવસે એટલે કે શુક્રવારે ૧૦.૫૦ કરોડ, શનિવારે ૧૩.૩૨ કરોડ અને રવિવારે ૧૫.૩૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આમ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ ૩૯.૧૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here