અમદાવાદના તપોવન સર્કલ અને ગાંધીનગરના કોબા સર્કલને જોડતા નર્મદા કેનાલ પરથી પસાર થતા રસ્તા પર ₹175 કરોડના ખર્ચે બનેલો 6-લેન કેબલ બ્રિજ ખુલ્લો મુકાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું છે. જેના થકી દરરોજ 1.50 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ અને વહીવટી રાજધાની ગાંધીનગર વચ્ચે દરરોજ અવરજવર કરતા લાખો મુસાફરો માટે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં કોબા-ભાટ સર્કલથી અમદાવાદના તપોવન સર્કલને જોડતા કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ આઇકોનિક કેબલ બ્રિજને આમ જનતા માટે હાલ ખુલ્લો મુકાયો છે. મળતી માહિતી મુજબ, આ બ્રિજનું લોકાર્પણ થતા રોજના 1.50 લાખથી પણ વધુ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે, ત્યારે આ અમદાવાદ-ગાંધીનગરને આ બ્રિજ ભેટમાં મળતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.






