ગાંધીનગરને નવનિર્મિત રેલવે સ્ટેશન- હોટેલ અને નવી  ટ્રેનોની ભેટ…

0
228

ગાંધીનગરમાં નવનિર્મિત કેપિટલ રેલવે સ્ટેશન, પચતારક હોટલ અને ગાંધીનગર – વારાણસી, ગાંધીનગર વરેઠા ટ્રેનનો શુક્રવારે પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. નગરને મહાત્મા મંદિર અને દાંડી કુટિર બાદ અત્યંત આકર્ષક અને સુવિધાપૂર્ણ નવ નિર્મિત રેલવે સ્ટેશનના નજરના સાથે પચતારક હોટલના નવા નજરાણા મળતા વિકાસની યાદીમાં નવતર ઉમેરો થવા પામ્યો છે. રેલવે સ્ટેશનમાં એસ્કલેટરમાં એલિવેટર્સ,પેસ્ટ્રીયન સબ-વે , પ્રતીક્ષા સ્થળ, સેન્ટ્રલી એસી, મલ્ટી પર્પઝ હોલ, પ્રાર્થના ખડ, બેબી ફીડીગ રૂમ,ફર્સ્ટ એઇડ રૂમ, ઓડિયો- વિડીયો એલ ઈ ડી સ્ક્રીન સાથે ગેલેરી  
માટેનો ડિસ્પ્લે એરિયા સહિતની સુંદર સુવિધાઓ છે. જયારે અવારનવાર યોજાતી વાઈબ્રન્ટ સમિટ સહિતની રાષ્ટ્રીય – આંતર રાષ્ટ્રીય ઇવેન્ટમાં અવારનવાર અતિથિઓની સુવિધા માટે રેલવેસ્ટેશન પર 790 કરોડના ખર્ચે 318 રૂમ ધરાવતી ફાઈવ સ્ટાર હોટલ લીલા દેશની પ્રથમ રેલવે હોટલ બની રહેશે. વિશાલ પાર્કિગ ચુસ્ત સિક્યોરિટીથી લઈ રહેવા- જમવાની અતિ આધુનિક સુંદર વ્યવસ્થા હોટેલમાં ઉભી કરવામાં આવી છે . નગરના વિકાસની તવારીખમાં ઉમેરાયેલા આ નવા નજરના ગાંધીનગરને આંતર રાષ્ટ્રીય સ્તરે પણ આગવી ઓળખ અપાવશે એમાં કોઈ શઁકા નથી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here