ગાંધીનગરમાં આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ…..

0
213

ગ્રામ વિકાસ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને વધુ સશક્ત બનાવવા માટે કેન્દ્રના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગાંધીનગરમાં “આત્મનિર્ભર પંચાયત” કાર્યક્રમ અંતર્ગત વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ પંચાયતોને આર્થિક રીતે વધુ સ્વાવલંબી બનાવવાનો, સ્થાનિક સ્તરે વિકાસને વેગ આપવાનો અને ગામડાઓમાં સુશાસનને મજબૂત બનાવવાનો છે.

કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓના પંચાયત પ્રતિનિધિઓ, સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ તેમજ ગ્રામ વિકાસ ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન ગ્રામ પંચાયતોને આવકના નવા સ્ત્રોતો વિકસાવવા, સરકારી યોજનાઓનો અસરકારક અમલ કરવા અને સ્થાનિક સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પંચાયતી રાજ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસ માટે ગામડાઓનું સશક્તિકરણ અત્યંત જરૂરી છે. ગ્રામ પંચાયતો જો આર્થિક રીતે મજબૂત બનશે તો તેઓ સ્થાનિક જરૂરિયાતોને વધુ અસરકારક રીતે પૂરી કરી શકશે અને વિકાસના કાર્યોમાં આત્મનિર્ભરતા હાંસલ કરી શકશે. આ દિશામાં “આત્મનિર્ભર પંચાયત” અભિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.