ગાંધીનગરમાં આવતીકાલ સાંજનાં છ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ…

0
159

ગાંધીનગર સંસદીય વિસ્તારમાં આવતીકાલે સાંજના છ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ ચૂંટણીમાં કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મહિલાઓ, પુરૂષો, યુવાનો, વયોવૃદ્ધ, દિવ્યાંગો અને થર્ડ જેન્ડર મતદારો વગેરે તમામ લોકો મતદાન કરી શકે તે માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. મતદાનના દિવસે કોઈ પણ મતદારને મતદાન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરુરી વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી રહી છે.