ગાંધીનગરના વાવોલ અને ઉવારસદમાં પ્રથમ કોરોના કેસ નોંધાયો

0
899

કોરોના વાઇરસની દહેશત ગાંધીનગર જિલ્લા ઉપર જોવા મળી રહી છે. ગુરુવારે એકસાથે 14 કેસ સામે આવ્યા હતા, જેમાંથી આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ કેસને અન્ય જિલ્લામાં બતાવ્યા હતા. ગાંધીનગરના ઇતિહાસમાં એક જ દિવસમાં સૌથી મોટો આંકડો સામે આવ્યો હતો. ત્યારે આજે શનિવારે બીજો સૌથી મોટો ધડાકો થયો છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં 5 કેસ સામે આવ્યા છે, જ્યારે વાવોલ અને ઉવારસદમાં પ્રથમ કેસ નોંધાયો છે. કુલ 7 કેસ એક જ દિવસમાં સામે આવ્યા છે. પોલીસ દ્વારા શહેરમાં નાકા બંધ કરવામાં આવ્યા છે, પરંતુ પાણી માંથાથી ઉપર નીકળી ગયું હોય તેવું આંકડાઓ ઉપરથી જોવા મળી રહ્યુ છે.એક સમય માટે ગાંધીનગર શહેર વિસ્તાર કોરોનાવાઇરસ મુક્ત જાહેર કરી દેવામાં આવ્યો હતો. અમદાવાદમાંથી કોરોના લઈને આવતા લોકોના કારણે ગાંધીનગરનો રેડ ઝોનમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. નાગરિકો જાગૃત રહેવાની જગ્યાએ બેદરકાર બની હોય તે આકડા ઉપરથી જોવા મળી રહ્યું છે.શુક્રવારનો દિવસ ગાંધીનગર જિલ્લા માટે સારો રહ્યો હતો, માત્ર એક કેસ સામે આવ્યો હતો, જ્યારે એકનું મોત થયું હતું.ગાંધીનગરના ઇતિહાસમાં કોરોના વાઇરસનો બીજો ધડાકો સામે આવ્યો છે. જેમાં સેક્ટર 3 ન્યૂમાં રહેતા 40 વર્ષિય પુરુષ, સેક્ટર 24 શ્રીનગર સોસાયટીમાં એક દિવસ પહેલા પોઝિટિવ આવેલા પુરુષના પરિવારમાં તેમના 45 વર્ષીય મહિલા અને 23 વર્ષીય યુવક, સેક્ટર 2Bમાં 70 વર્ષીય મહિલા અને 31 વર્ષીય યુવક, વાવોલમાં 26 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here