ગાંધીનગરમાં ગરમી અને અસહ્ય ઉકળાટથી બચવા લોકોને પંખા-એસી ચાલુ કરવાની ફરજ…..

0
542

બે દિવસ સુધી નગરનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ભરચક રહ્યા બાદ મંગળવારે સવારથી જ સૂર્યનારાણ વાદળોની બહાર આવી ગયા હતા. દિવસ દરમિયાન સૂર્યનારાયણની હાજરીને પગલે નગરના મહત્તમ તાપમાનમાં 3.6 ડિગ્રીના વધારા સાથે પારો 32.8 ડિગ્રીએ અટક્યો હતો. જ્યારે લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાતા કોઇ જ નોંધપાત્ર વધારો નોંધાયો નથી. જ્યારે ગત સોમવારની રાત્રે વધુ 3 ઇંચ વરસાદ પડવા છતાં અસહ્ય ઉકળાટમાંથી નગરવાસીઓને મુક્તિ મળી નથી.જિલ્લા અને નગરમાં ધોધમાર વરસાદ પડ્યો નથી. માત્ર એક જ વખત 5 ઇંચ વરસાદ પડ્યા બાદ બેથી અડધા ઇંચ વરસાદ પડ્યા કરે છે. જેનાથી શ્રાવણ માસ શરૂ થવાને માંડ બે દિવસ બાકી હોવા છતાં નગરવાસીઓને ગરમી અને અસહ્ય ઉકળાટથી બચવા માટે હજુય પંખા અને એસીને ચાલુ કરવાની ફરજ પડી રહી છે.