ગાંધીનગરમાં ડેન્ગ્યુનું જોર હજુ પણ યથાવત્ઃસિવિલમાં વધુ 171 કેસ

0
989

સામાન્ય રીતે દિવાળીમાં ફટાકડા ફુટવાના કારણે થતાં ધુમાડાથી મચ્છરો દુર થતાં હોય છે પરંતુ આ વખતે ભાઇબીજે માવઠું આવ્યા બાદ સતત વાદળછાયા વાતાવરણના કારણે મચ્છરનો ઉપદ્રવ ચોમાસા કરતાં પણ વધી ગયો છે. વાદળછાયું વાતાવરણ મચ્છરો માટે ફેવરીટ માનવામાં આવે છે તેવી સ્થિતિમાં ડેન્ગ્યુના દર્દીઓ પણ ઘટવાના બદલે વધ્યાં છે. સિવિલમાં એક સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુના ૧૭૧ કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર શહેરી વિસ્તારમાં દર્દીઓ વધુ હોવાનું માનવામાં આવે છે. ત્યારે વાદળો રહેવાના કારણે દર્દીઓ વધશે તેમ માનવામાં આવે છે.

વાદળવાયા વાતાવરણ અને ભેજવાળી આબોહવાના કારણે મચ્છરજન્ય રોગના દર્દીઓ પણ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં મચ્છરજન્ય તથા જીવલેણ ગણાતા ડેન્ગ્યુના દર્દીઓ વધતા જ  જાય છે.એની સીધી અસર ગાંધીનગર સિવિલ ઉપર પડી રહી છે.

સિવિલ ડેન્ગ્યુના દર્દીઓથી રીતસરની ઉભરાઇ રહી છે.દિવાળી બાદ સામાન્ય રીતે ફટાકડાના ધુમાડાથી મચ્છરોનો નાશ થાતો હોય છે પરંતુ આ વખતે ભાઇબીજે વરસાદ પડવાને કારણે ડેન્ગ્યુના દર્દીઓ વધ્યા છે. ભાઇબીજે માવઠું થયા બાદ પણ સતત ભેજવાળી આબોહવા રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ પહેલા કરતા પણ વધ્યો છે.

વાદળછાયું વાતાવરણ અને ભેજવાળી આબોહવા મચ્છરો માટે ફેવરીટ માનવામાં આવે છે તેવી સ્થિતિમાં ગાંધીનગરમાં મચ્છરોથી ફેલાતા ડેન્ગ્યુના દર્દીઓ ખાસ વધી રહ્યા છે. એક જ સપ્તાહમાં ફક્ત ગાંધીનગર સિવિલમાં જ ૧૭૧ ડેન્ગ્યુના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત આ સપ્તાહ દરમિયાન મચ્છરજન્ય મેલેરિયા અને ચિકનગુનિયાન દર્દીઓ પણ નોંધાયા છે એટલે હાલ ચાલી રહેલા માહોલમાં મચ્છરજન્ય બિમારીઓના દર્દીઓ ખાસ જોવા મળી રહ્યા છે.

આવી સ્થિતિમાં હજુ પણ આગામી બે દિવસ છુટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની હવામાન ખાતાની આગાહી છે ત્યારે હવે વરસાદ પડશે કે વાદળછાયું વાતાવરણ રહેશે તો ડેન્ગ્યુનો રોગચાળ વધુ વકરશે તેમ માનવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here