ગાંધીનગરમાં યોજાશે ઠાકોર સમાજનું મહાસંમેલન…

0
183

રાજ્યના ઠાકોર સમાજ ના લોકો માટે 26 જાન્યુઆરીનો દિવસ ખાસ બનવા જઈ રહ્યો છે. 26 જાન્યુઆરીએ રાત્રે 3 વાગ્યે ઠાકોર સમાજનું સંમેલન મળશે. ગાંધીનગર ના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું વિશાળ મહાસંમેલન ‘અભ્યુદય – અંધકાર સામે પ્રકાશનો સંકલ્પ’ યોજાશે. આ સંમેલનની તૈયારીઓ ઝડપથી ચાલુ થઈ ગઈ છે અને આયોજકો દ્વારા 2 લાખથી વધુ લોકોની ઉપસ્થિતિની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર ની આગેવાની હેઠળ આયોજિત આ મહાસંમેલનને બનાસકાંઠા લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર નું પણ પૂર્ણ સમર્થન મળ્યું છે. તેમણે ઠાકોર સમાજના તમામ લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અને આ કાર્યક્રમને સફળ બનાવવા આહ્વાન કર્યું છે.સાંસદ ગેનીબેન ઠાકોર પણ મહાસંમેલનમાં હાજર રહેશે અને સંમેલન મારફતે સમાજમાં એકતા અને સંગઠનનો સંદેશ આપવામાં આવશે