ગાંધીનગરમાં વડાપ્રધાનના માતાએ પણ દીવડાં પ્રગટાવ્યા

0
576

રાત્રે નવા વાગતા જ સમગ્ર રાજ્ય દીવાઓથી ઝળહળી ઉઠ્યું છે. લોકોએ દીવા પ્રગટાવવાની સાથે સાથે ફટાકડા પણ ફોડ્યાં છે. અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારમાં લોકોએ ફટાકડા ફોડ્યાં છે. જ્યારે વડોદરામાં લોકોએ ચાઇનીઝ તુક્કલ ઉડાવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં આવેલા દેવસ્થાનોમાં પણ રોશની કરવામાં આવી છે. જેમાં સાળંગપુરમાં આવેલા હનુમાનજી મંદિરનું પરિસર પણ દીવડાંઓથી ઝગમગી ઉઠ્યું છે. તો બીજી તરફ ગોંડલમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં પણ 5000 દીવાઓ પ્રગટાવવામાં આવ્યાં છે.

અમદાવાદ, રાજકોટ, સુરત સમગ્ર ગુજરાતમાં લોકોએ લાઇટો બંધ કરી દીવડાં, મીણબત્તીઓ પ્રગટાવી છે. સાળંગપુરમાં આવેલા હનુમાનજી મંદિરમાં દીવડાં પ્રગટાવવામાં આવ્યાં છે. જેમાં સમગ્ર મંદિર પરિસર દીવાઓથી ઝળહળી ઉઠ્યું છે. આજે રાત્રે 9 વાગ્યે સમગ્ર દેશમાં 9 મિનિટ માટે લાઇટો બંધ કરી દીવા, મીણબત્તી, ટોર્ચ કે મોબાઇલની ફ્લેશ લાઇટ સાથે બાલ્કની કે ઘરના દરવાજા પર ઊભા રહેવાનો વડાપ્રધાને સંદેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here