શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ક્યાંક પાંચ ગરબા રમીને ગરબા બંધ કરાયા હતા. તો ક્યાંય ખેલૈયાઓ 3 કલાક મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. પહેલાં નોરતાના દિવસે વરસાદ પડ્યો હતો. જોકે સાંજ સુધીમાં આયોજકોએ ગ્રાઉન્ડ તૈયાર કરી દીધા હતા. અને રાત્રે ખેલૈયાઓ પહેલે દિવસથી જ વિવિધ થીમ પર તૈયાર થઈને ગરબે ઘૂમ્યા હતા.
શહેરમાં વિવિધ થીમ પર મોટી સંખ્યામાં લોકો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આ વર્ષે ક્લચરલ અને લાયન્સ મેદાન ખાતે વરસાદના વિઘ્ન વચ્ચે પહેલા દિવસથી જ યુવાધન ઉમટી પડ્યું હતું. પહેલાં દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ જોઈને કલાવૃંદોમાં પણ જોશ આવી ગયો હતો.