શિક્ષણ સંસ્થાઓને ફાયર એનઓસી અંગે સરકારનો મહત્ત્વનો નિર્ણય

0
248

ગુજરાત સરકારે રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓને ફાયર
એનઓસી સંદર્ભે રાહત આપતો મહત્તવનો નિર્ણય કર્યો છે. જેમાં બેઝમેન્ટ ન હોય તેવી ૯ મીટરની ઊંચાઈ ધરાવતા મકાનોમાં કાર્યરત
સંસ્થાઓએ ફાયર એનઓસી લેવાની રહેશે નહિ. આવી સંસ્થાઓ
સ્વપ્રમાણિત સેલ્ફ એટેસ્ટેડ ફાયર એનઓસી કરી શકશે. સરકારના આ આદેશને પગલે ગાંધીનગર
મહાનગર પાલિકા વિસ્તારની ૨૯ શાળાઓને ફાયર એનઓસી મેળવવામાં રાહત મળશે. જ્યારે
૪૯ શાળાઓએ એનઓસી માટે ફાયર વિભાગ પાસે જવું પડશે. રાજ્ય સરાકરે કરેલ આ
જાહેરાતના સંદર્ભે વિગતવાર પરિપત્ર હવે જાહેર થશે. મહાનગર પાલિકામાં જે રીતે ચીફ ફાયર
ઓફિસર તરફથી એનઓસી અપાય છે તે રીતે શહેરી વિકાસ સત્તામંડળમાં પણ મનપાના ચીફ
ઓફિસરે એનઓસી આપવાની રહેશે. જ્યારે નગરપાલિકા વિસ્તારમાં જે તે ચીફ ઓફિસર
એનઓસી આપી શકશે. જો કે સ્વપ્રમાણિત ફાયર એનઓસી લેનાર શાળામાં ફાયર સેફ્ટીની યોગ્યતા અંગે
તપાસ કોણ કરશે જેનો ખુલાશો કરવામાં આવ્યો નથી પરંતુ સ્વપ્રમાણિત એનઓસી મેળવ્યાની
જાણ સંબંધિત શહેર કે જિલ્લા કક્ષાના અધિકારીને કરવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here