ગાંધીનગર મનપામાં સત્તા ટકાવવા નવા સીમાંકનનો ભાજપનો નવો દાવ…!?

0
1186

ગાંધીનગર મનપાની બંને ટર્મમાં જરૂરી બહુમતી વિના જ તડજોડના કમઠાણથી કોંગ્રેસને
સત્તાથી વિમુખ રાખીને રાજ કરનાર ભાજપાએ આગામી ટર્મમાં સ્પષ્ટ બહુમતી મેલવવા
નવા સીમાંકન સાથે મનપાનો વિસ્તાર કોબાથી પેથાપુર સુધી લંબાવવાની હિલચાલ શરૂ કરી છે.
પાટનગરમાં મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલી અને બીજી બંને ટર્મમાં કોંગ્રેસને જ બહુમતી મળી હતી. બંને ચૂંટણીમાં કોંગ્રેસ સામે નબળા પૂરવાર થયેલા ભાજપે તડજોડની રાજનીતિ કરીને મેન, મની, મસલ્સના જોરે સત્તા હાસલ કરવી પડી છે. ઉલ્લેખનીય છે કે ૧ થી ૩૦ સેકટર ઉપરાંત છ ગામો સમાવિષ્ટ થયેલ મહાનગરપાલિકાનો
વિસ્તાર કોંગ્રેસની મજબૂત વોટ બેન્ક રહ્યો છે. આ સ્થિતિમાં રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓની જેમ કાયમી પ્રભુત્વ રાખી સત્તા જાળવી રાખવા માટે મનપાના હાલના વિસ્તારનો વ્યાપ કોબાથી લઈ પેથાપુર
પંચાયત વિસ્તાર સુધી લંબાવવાની કવાયત ભાજપ તરફથી હાથ ધરવામાં આવી છે. નવા સીમાંકનમાં સમાવેશ કરવા માટે નક્કી કરાયેલા આ વિસ્તારમાં ભાજપની વોટ બેન્ક મજબૂત હોઈ ભાજપને સત્તા મેળવવામાં
સરળતા રહે તેમ છે. આ પાસાને નજરમાં રાખીને સીમાંકનના વિસ્તૃતિકરણની સાથે અન્ય બાબતોને પણ ધ્યાનમાં રાખી ભાજપાએ આ દિશામાં આગળ વધી પ્રાથમિક તબક્કે બેઠકો શરૂ કરી છે. મનપાના નવા સીમાંકનમાં ભાજપ સમર્પિત કુડાસણ, કોબા, પોર, રાયસણ, રાંદેસણ અને વાવોલ ઉપરાંત ગુડા હેઠળના કેટલાક ગામોનો પણ સમાવેશ થતાં શહેરીકરણને પગલે વિકાસ ઝડપી બનશે આ પ્રક્રિયા માટે પ્રાથમિક સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here