ગાંધીનગર મનપા વિસ્તારમાં 21 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાનું આયોજન

0
218

દેશના વિવિધ રાજ્યો ઇલેક્ટ્રિક વાહન (ઇવી) પોલિસીની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતે જાહેર કરેલી ઇવી પોલિસીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, ચાર્જીંગ સ્ટેશન અને સામાન્ય લોકોની મુસાફરી માટે વપરાતાં વાહનોમાં સબસીડીના અલગ અલગ ધોરણો પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગર શહેરને પ્રદૂષણ મુક્ત રાખવાના પ્રયાસોનાં ભાગરુપે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી લાવવાની તૈયારીમાં છે. જે અન્વયે આગામી દિવસોમાં શહેરના મહત્ત્વના 21 સ્થળોએ ઈલેક્ટ્રીક વ્હીકલ માટેના ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે તેમ સ્ટેન્ડીંગ ચેરમેન જશવંતભાઈ પટેલે જણાવ્યું છે.ઈંધણ પર નિર્ભરતા ઘટાડવા અને પ્રદૂષણ ઓછું કરવા સરકાર અનેક પગલાં લઈ રહી છે. તેમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે પોલિસી પણ જાહેર કરી ચૂકી છે. વધતા જતાં વાયુ પ્રદૂષણને નાથવા હાલના સંજોગોમાં ઈલેક્ટ્રીક વ્હીકલ અનિવાર્ય બની રહ્યું છે. અગાઉ સુરત નગરપાલિકાએ ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી જાહેર કરી હતી. ત્યારે હવે ગાંધીનગર મહા નગર પાલિકા દ્વારા પણ ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી લાવવાની દિશામાં કવાયત શરૂ કરી દેવામાં આવી છે.