ગાંધીનગર સિવિલમાં એક જ સપ્તાહ દરમ્યાન 169 ડેન્ગ્યુ ના દર્દીઓ

0
144

ગાંધીનગર સિવિલ સંકુલ ઉપરાંત ન્યુ ગાંધીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી મચ્છરજન્ય બિમારીઓના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે તેમાં ખાસ કરીને ડેન્ગ્યુના પોઝિટિવ કેસ વધુ જોવા મળે છે.ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના ૧૬૯ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીના સૌથી વધુ હશે તો બીજીબાજુ ખાનગી દવાખાના અને હોસ્પિટલ પણ ડેન્ગ્યુના દર્દીઓથી ઉભરાઇ રહી છે. ખાસ કરીને બાળકોને પ્લેટલેઇટ કાઉન્ટ ઘટી જતા હોવાને કારણે તેમને દાખલ કરવાની નોબત આવી રહી છે.

ચોમાસાને પહેલેથી જ બીન આરોગ્યપ્રદ ઋતુ ગણવામાં આવે છે. પાણી ભરાઇ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. નગરમાં સતત વાદળછાયા-ભેજવાળું વાતાવરણ છેલ્લા ઘણા દિવસોથી રહ્યું છે જે મચ્છરો માટે ફેવરીટ માનવામાં આવે છે તેવી સ્થિતિમાં છેલ્લા ઘણા દિવસથી છુટાછવાયા વરસાદી ઝાપટાં પડે છે જેના કારણે પણ મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે.લગભગ દરેક ઘરમાં મચ્છરોના લારવા અને મચ્છરો જોવા મળી રહ્યા છે. જેના પગલે ગાંધીનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના દર્દીઓ  પણ પ્રકાશમાં આવી રહ્યા છે.ગાંધીનગર શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુના છુટાછવાયા દર્દીઓ મળી આવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલ જ હાલ ડેન્ગ્યુના કારણે બિમાર છે. અહીં ડોક્ટરથી લઇને વર્ગ-૪ના કર્મચારીઓ પણ ડેન્ગ્યુનો ભોગ બન્યા છે.