વિશ્વ આદિવાસી દિવસની તાપી જિલ્લામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શાનદાર ઉજવણી

0
248

ગુજરાતમાં આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા માટે સરકારે મોટી પહેલ કરી છે, આજે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ છે. આ વિશ્વ આદિવાસી દિવસ દિવસની આજે ગુજરાતના તાપી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી ગુજરાતમાં આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા માટે સરકારે મોટી પહેલ કરી છે,આજે તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, આજે જિલ્લાના સોનગઢમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યકક્ષાની આ ઉજવણી કરવામાં આવી રહી છે..જ્યાં રૂપિયા 73 કરોડથી વધુની રકમના લોકાર્પણના કામ તેમજ 75 કરોડના કામોનું ખાત મુર્હર્ત કરવામાં આવ્યું આજે સોનગઢના ગુણસદાની પ્રાથમિક શાળા ખાતેથી મેરી માટી ‘મેરા દેશ’ કાર્યકમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવવામાં આવ્યો. સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામે પહોંચ્યા હતા, અને અહીંથી કાર્યક્રમને લઈ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમમની શરૂઆત કરાવી હતી

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે તાપીમાં મુખ્યમંત્રી ખુદ હાજર રહ્યા અને આ દિવસની ખાસ ઉજવણીમાં ભાગ લીધો.. આ ઉપરાંત ત્યાં કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ પણ હાજર રહ્યા હતા.આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે જંગલો-વનો વચ્ચે રહેતા આદિવાસીઓએ માત્ર વિકાસની વાતો સાંભળી હતી, પણ વિકાસ શું કહેવાય તે તેમણે દાયકાઓ સુધી અનુભવ્યું જ નહોતું. આદિજાતિને સાચા અર્થમાં સશક્ત અને વિકસિત કરવાનું કામ જો કોઇએ કર્યુ હોય તો તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ મોદીએ કર્યુ છે..તેમણે કહ્યું કે નીતિ નેક અને નિયત સાફ હોય, વિકાસમાં સૌને સાથે રાખીને ચાલવાનું કમિટમેન્ટ હોયતો વનબંધુઓનો કેવો વિકાસ થાય તે નરેન્દ્રભાઇએ દેશ અને દુનિયાને બતાવ્યું છે.