રાહુલ ગાંધીએ પીએમ મોદીને કહ્યા રાવણ, લોકસભામાં હોબાળો…

0
123

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ લોકસભા ની સદસ્યતા પુનઃસ્થાપિત કર્યા બાદ સંસદમાં તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું. વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના બીજા દિવસે રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રાહુલે કહ્યું કે, મણિપુરના આ લોકોએ આખા ભારતને મારી નાખ્યું છે. આ સિવાય કૉંગ્રેસ નેતા રાહુલે પોતાના ભાષણ દરમિયાન તે મહિલાઓની વાર્તા પણ સંભળાવી, જેમને તેઓ તેમના મણિપુર પ્રવાસ દરમિયાન મળ્યા હતા. રાહુલે હરિયાણાના નૂહમાં થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મણિપુરમાં હિંસાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “તેમની રાજનીતિએ માત્ર મણિપુરને જ માર્યું નથી, તેમની રાજનીતિએ મણિપુરમાં ભારતને માર્યું છે. ભારતની હત્યા કરવામાં આવી છે.” રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, “જેમ મેં ભાષણની શરૂઆતમાં કહ્યું હતું કે ભારત એક અવાજ છે, ભારત આપણા લોકોનો અવાજ છે, તે તેમના હૃદયનો અવાજ છે. તમે મણિપુરમાં તે અવાજને માર્યો, તેનો અર્થ એ કે તમે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી.”ઉલ્લેખનીય છે કે લોકસભામાં અવિશ્વાસ પ્રસાતવ દરમિયાન મણિપુર મામલે બોલ્યા બાદ રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદી અને તેમના નજીકના લોકોની તુલના રામાયણના પાત્રો રાવણ, કુંભકરણ અને મેઘનાથ સાથે કરી હતી, જે બાદ સંસદમાં ભારે હોબાળો થયો હતો.