ગાંધી આશ્રમનું ડેવલપમેન્ટ થશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવુ

0
449

કેન્દ્ર સરકારદ્વારા અમદાવાદની વૈશ્વિક ઓળખ એવા ગાંધીઆશ્રમના ડેવલપમેન્ટ માટે 1246 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આશ્રમના આદર્શો અને ગરીમાના તત્વોને જાળવી રાખી સમગ્ર વિસ્તારને આધુનિક લૂક આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. 57 એકર જમીનમાં આશ્રમનું રિડેવલપમેન્ટ થઇ રહ્યું છે. અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમના રિડેલપમેન્ટ પ્રોજેક્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટ ત્રણ વર્ષે પૂર્ણ થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટ પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે જે પૈકી મોટાભાગનો ખર્ચ પરિવારોના વિસ્થાપિતો માટે કરવામાં આવ્યો છે.

આ મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીએ આશ્રમ વાસી અને ઇમામ મંઝિલના સંચાલક ધીમંત બઢિયા સાથે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે-સાબરમતી આશ્રમની આસપાસ 275 જેટલા પરિવારો રહેતા હતા જે પૈકી 170 પરિવારોએ અન્ય વિકલ્પ સ્વીકાર્યા છે. આ પરિવારોના મકાન કે જે વર્ષોથી ટ્રસ્ટના ભાડે ચાલતા હતા તેમને રોકડ રકમના ચેક અથવા જ્યાં મકાન કે ફ્લેટ ખરીદે તેની રકમ ચૂકવવામાં આવી છે. આ વિસ્તારમાં જે મકાન ખાલી થયાં છે ત્યાં હોટલ આશ્રય પાસે ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here