ગીર અભ્યારણ્યમાં સિંહોનું વેકેશન પૂર્ણ,પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર

0
1446

ગીર અભ્યારણ્યમાં સિંહોનું વેકેશન પૂર્ણ થતા હવે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ થતા હવે 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ ફરીથી સિંહ દર્શન કરી શકાશે. આજથી સિંહનું 4 મહિનાનું વેકેશન પૂર્ણ થયું છે. જેથી આગામી સમયમાં પ્રવાસીઓને ગીરના જંગલોમાં નાના સિંહબાળો જોવા મળશે.આજથી ગીરમાં પ્રવાસીઓ માટે સવારે 6.30 કલાકે પ્રથમ ટ્રીપ જવા રવાના થઇ હતી, પરંતુ પ્રવાસીઓને જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વનવિભાગ દ્વારા આપવામાં આવતી જીપ્સીમાં પ્રવાસીઓને એક પાણીની બોટલ આપવામાં આવશે.

ગુજરાતમાં આ વખતે સારા ચોમાસાના કારણે નદી – નાળા, ઝરણાંઓ છલકાયા છે. ત્યારે ગીરનું પ્રાકૃતિક સૌદર્યં સોળેકળાએ ખીલી ઉઠ્યું છે. નદી નાળા છલકાતા જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. વનવિભાગ દ્રારા પ્રવાસીઓની પ્રથમ ટુકડીને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.

ગીર અભ્યારણ્યમાં સિંહ દર્શન માટે અત્યારથી મોટી સંખ્યામાં લોકોએ એડવાન્સ પરમીટ બુકીંગ પણ કરાવવાની શરૂઆત કરી દીધી છે. સિંહોનું વેકેશન ખુલતા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન કરશે.

તમને જણાવી દઇએ કે, 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે. જેથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન સિંહદર્શન બંધ રાખવામાં આવે છે. પરંતુ 16 ઓક્ટોબરના રોજ તેમના ચાર મહિના પુરા થતા ફરીથી સિંહ દર્શન માટે પ્રવાસીઓ જઇ શકશે. 16 ઓક્ટોબરના રોજ વનવિભાગ દ્વારા લીલી ઝંડી આપી સિંહદર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકે તેના માટે એન્ડવાન્સ પરમિટ બુકિંગની શરૂઆત પણ કરવામાં આવી છે.

બીજી બાજુ છેલ્લી ગણતરી મુજબ સિંહોની સંખ્યા 523 આસપાસ હતી, હવે આશરે 700 ઉપર સાવજોની સંખ્યા પહોચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here